Wednesday, June 3, 2026

महादेवी वर्मा: आधुनिक युग की मीरा थीं, या एक ऐसी स्त्री जिसे दुनिया कभी समझ ही नहीं पाई?

 कुछ लेखक ऐसे होते हैं जिन्हें पढ़कर हम उनके बारे में जानने लगते हैं।
और कुछ लेखक ऐसे होते हैं जिन्हें पढ़ते-पढ़ते हम अपने बारे में जानने लगते हैं।

महादेवी वर्मा मेरे लिए दूसरी श्रेणी की लेखिका हैं।

जब मैंने उन्हें पहली बार पढ़ा था, तब मैं केवल उनकी कविताएँ पढ़ रही थी। लेकिन जैसे-जैसे उम्र बढ़ी, जीवन बदला, जिम्मेदारियाँ बढ़ीं और स्वयं को समझने की कोशिश शुरू हुई, वैसे-वैसे मुझे लगा कि मैं महादेवी वर्मा को नहीं पढ़ रही हूँ...

मैं उन स्त्रियों को पढ़ रही हूँ जो अपने समय से आगे थीं, लेकिन अपने समय द्वारा पूरी तरह समझी नहीं गईं।

हिंदी साहित्य उन्हें "आधुनिक मीरा" कहता है।

यह उपाधि बिल्कुल गलत भी नहीं है।

उनकी कविताओं में विरह है, प्रतीक्षा है, समर्पण है और एक ऐसी तड़प है जो मीरा की याद दिलाती है। लेकिन जितना मैं उन्हें पढ़ती हूँ, उतना लगता है कि उन्हें केवल मीरा कह देना शायद उनके व्यक्तित्व को सीमित कर देना है।

क्योंकि मीरा का कृष्ण स्पष्ट था।

महादेवी का नहीं।

मीरा जानती थीं कि उन्हें किसे पुकारना है।

महादेवी की कविताएँ पढ़कर लगता है कि वह किसी व्यक्ति को नहीं, किसी अनुभूति को खोज रही हैं।

शायद प्रेम।

शायद शांति।

शायद स्वयं को।

या शायद उन सबको एक साथ।

उनकी प्रसिद्ध पंक्ति है-

जो तुम आ जाते एक बार
कितनी करुणा कितने सँदेश,
पथ में बिछ जाते बन पराग,
गाता प्राणों का तार-तार
अनुराग-भरा उन्माद-राग;
आँसू लेते वे पद पखार !
जो तुम आ जाते एक बार !

पहली नज़र में यह किसी प्रिय की प्रतीक्षा लगती है।लेकिन हर बार जब मैं इसे पढ़ती हूँ, इसका अर्थ बदल जाता है।

कभी लगता है वह प्रेम को पुकार रही हैं।

कभी लगता है वह ईश्वर को।

और कभी लगता है कि वह अपने उस स्वरूप को पुकार रही हैं, जिसे जीवन की भागदौड़ में कहीं पीछे छोड़ आई हैं।

शायद यही महान साहित्य की पहचान है।

वह हर उम्र में नया अर्थ दे देता है।

महादेवी वर्मा की कविताओं में जो विरह दिखाई देता है, मुझे वह केवल किसी व्यक्ति से बिछड़ने का विरह नहीं लगता।

वह उस जीवन का विरह भी हो सकता है जिसे हम जीना चाहते थे।

उस पहचान का विरह जिसे हम कहीं खो बैठे।

उस स्वतंत्रता का विरह जिसकी कल्पना तो की, लेकिन जिसे पूरी तरह जी नहीं पाए।

इसीलिए जब मैं उनकी प्रसिद्ध पंक्ति पढ़ती हूँ - 

"मैं नीर भरी दुख की बदली..."

तो मुझे उसमें केवल दुःख नहीं दिखाई देता।

मुझे उसमें एक ऐसी स्त्री दिखाई देती है जो अपने भीतर के भावों से भागती नहीं।

जो अपने दुःख को स्वीकार करती है।

जो संवेदनशील होने से शर्माती नहीं।

आज के समय में, जहाँ हर कोई मजबूत दिखना चाहता है, महादेवी हमें याद दिलाती हैं कि अपनी संवेदनाओं को स्वीकार करना भी एक शक्ति है।

शायद इसी कारण उनकी कविताएँ आज भी पुरानी नहीं लगतीं।

वे आईने जैसी लगती हैं।

हर पाठक उनमें अपना चेहरा देख लेता है।

लेकिन महादेवी वर्मा केवल कविताओं तक सीमित नहीं थीं।

उन्होंने ऐसे समय में शिक्षा, स्त्री-अधिकार और आत्मनिर्भरता की बात की, जब यह सब कहना आसान नहीं था।

उन्होंने जीवन को अपने तरीके से जिया।

और शायद इसी वजह से समाज उन्हें किसी एक परिभाषा में बाँध नहीं पाया।

कभी उन्हें कवयित्री कहा गया।

कभी शिक्षिका।

कभी आधुनिक मीरा।

लेकिन मुझे लगता है कि महादेवी वर्मा इन सबके बीच कहीं थीं।

वह एक ऐसी स्त्री थीं जो अपने समय से संवाद कर रही थीं, और साथ ही आने वाली पीढ़ियों से भी।

शायद यही कारण है कि आज, इतने वर्षों बाद भी, उनकी कविताएँ पढ़ते समय ऐसा नहीं लगता कि हम इतिहास पढ़ रहे हैं।


ऐसा लगता है जैसे कोई स्त्री हमारे सामने बैठी है और धीरे से पूछ रही है-

"क्या तुम भी कभी अपने भीतर कुछ खोजती हो?"

और शायद इसी प्रश्न में महादेवी वर्मा की सबसे बड़ी प्रासंगिकता छिपी है।


तो क्या महादेवी वर्मा आधुनिक युग की मीरा थीं?

हाँ, शायद थीं।

लेकिन उससे पहले वह एक ऐसी स्त्री थीं जिसने दुनिया को यह सिखाया कि अपनी आत्मा की आवाज़ सुनना भी एक साहस है।

और शायद इसी कारण उन्हें पढ़ना कभी समाप्त नहीं होता।

हर उम्र में वे नई लगती हैं।

हर बार वे कुछ नया कह जाती हैं।

और हर बार ऐसा लगता है कि हम उन्हें नहीं, स्वयं को पढ़ रहे हैं !!

Wednesday, May 27, 2026

🎙️ “કબાટ કાંડ : મોરેમોરા આવવા દ્યો વ્હાલા”

 ✨ Khavad Universe ft. Riddhi ✨

🎙️ “કબાટ કાંડ : મોરેમોરા આવવા દ્યો વ્હાલા”


ગઈકાલે રાત્રે 10:47 વાગ્યે ઘરમાં officially “સ્વચ્છ ભારત અભિયાન : Wardrobe Edition” શરૂ કરવામાં આવ્યું.

Mission એક જ હતું  -

“આજે ગમે તેમ થાય… કબાટ તો ગોઠવાઈને જ રહેશે.”

બસ.

Decision એવો dangerous હતો જાણે કોઈ king Alexander યુદ્ધ પહેલા તલવાર જમીન પર મારીને પ્રતિજ્ઞા લેતો હોય.

મેં મનમાં જ કહી દીધું -

“અબ જીતની ભી સાંસે બચી હૈ… વો ઇસ કબાટ કો સેટ કરને મેં ખર્ચ હોગી બાબુ મોશાય…”


કારણ કે હવે આ ઘા સહન નહોતો થતો યાર....


દરરોજ સવારે કબાટ ખોલું અને કપડાં એ રીતે બહાર પડે

જાણે વર્ષોથી અંદર બંધ લોકો freedom fight જીતીને બહાર આવી રહ્યા હોય.


એક top ખેંચું તો એની સાથે:

- બે દુપટ્ટા,

- એક bag,

- ત્રણ guilty memories,

- અને 2019 ની unresolved trauma પણ બહાર આવી જાય.


હું તો કપડાં શોધવા જાઉં...

અને કબાટ મને character development આપી દે.


પહેલો drawer ખોલ્યો.

એટલો ભરેલો હતો કે મને બે મિનિટ માટે doubt આવ્યો ..

બે યાર !! આ wardrobe છે કે refugee camp?


એટલામાં કબાટ મારી સામે ટાયડુ હાસ્ય સાથે જાણે બોલ્યો કે -

”તારાથી નહી થાય મિત્ર ! ”

“ચકલા કોઈ દી બાજ ન થાય યાર…”


અને honestly?

એ dialogue સાંભળીને મને લાગ્યું

કે મારા કબાટ માટે National Geographic વાળો documentary narrator બોલી ગયો.


પછી હું કબાટ સામે ઊભી રહીને literally એને જોઈને બોલી -


“અમે ખાઈએ એ બાજરાનો રોટલો કોરેકોરો ને તમે આવવા દ્યો મોરેમોરો…

આજે તો મોરેમોરો આવવા જ દ્યો વ્હાલા…”


એટલી sincerity થી કહ્યું હતું

કે બે મિનિટ માટે મને પોતાને લાગ્યું

હું wardrobe નહીં… toxic relationship છોડવાની speech આપી રહી છું.


એક dress મળી જે મેં full confidence થી order કરી હતી.


Online model પર જોઈને લાગ્યું હતું —

“વાહ… classy… elegant… rich vibes…”


પણ real life માં પહેરું ત્યારે એવું લાગતું હતું જાણે curtain એ human rights માગીને body પર settle થવાનું નક્કી કર્યું હોય.


પછી એક jeans મળી.

એ જોઈને emotional background music વાગવા લાગ્યું.


કારણ કે એક સમય હતો

જ્યારે હું એમાં comfortably fit થતી હતી.


હવે એ પહેરવાનો પ્રયત્ન કરું તો એવું લાગે જાણે

zip નહીં…

UPSC interview clear કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હોય.


અને સૌથી dangerous category -

“આ પછી પહેરીશ.”


ગુજરાતી girls પાસે આ category ના કપડાં એટલા હોય

કે અલગ GST slab આવી જાય.


એક purse મળ્યું. અંદરથી નીકળ્યું:


- 47 રૂપિયાના bills,

- expired lipstick,

- broken hairpin,

- Tic Tac નો એકલો દાણો,

- અને one-sided love જેવી lonely earring.


પછી અચાનક એક જૂની handwritten ચિઠ્ઠી મળી.

બે મિનિટ માટે હું movie heroine બની ગઈ.


આંખોમાં nostalgia…

હાથમાં paper…

background માં બાપડો Arijit Singh mentally વગાડાઈ ગયો. 


એટલી વારમાં mummy નો અવાજ આવ્યો -

“ગોઠવાય તો ગોઠવ… નહીં તો drama બંધ કરીને બહાર આવ.”


હવે તો યાર ... આત્મસન્માન ની વાત છે ! હવે તો વ્હાલા રાણો રાણા ની રીતે ...


Reality slapped harder than WiFi bill.

આ બધામાં સૌથી funny moment?


મેં “donation pile” બનાવી.

પાંચ મિનિટ પછી એ pile માંથી અડધા કપડાં પાછાં કાઢી લીધા.

કારણ કે apparently…

“આ ઘર માં પહેરવાના નથી… પણ લાગણી જોડાયેલી છે.”


છેલ્લે result શું આવ્યું?


કપડાં bed પર,

hanger જમીન પર,

હું mental breakdown પર…


પણ હા…

કબાટ પાછળથી 700 રૂપિયા મળ્યા.


તો technically…

આ આખી process માં નફો મળ્યો કહી શકાય !! 😂

Wednesday, April 1, 2026

જવાબદારીઓમાંથી પોતાની ઓળખ સુધી: મારી લેખનની સફર

Hello Monks !!

એક સમય હતો જ્યારે લખવું મારી અંદરનું એક સ્વાભાવિક ભાગ હતું - એકદમ સરળ, સ્વાભાવિક, જાણે શ્વાસ લેવું હોય તેમ. શબ્દો સહેલાઈથી આવી જતા, લાગણીઓ પોતે જ કાગળ પર ઉતરી આવતી, અને મને મારી વાત કહેવા માટે ક્યારેય વિચારવું પડતું નહોતું.

પછી જીવન બદલાયું.

જવાબદારીઓ આવી - નવી ભૂમિકાઓ, નવી અપેક્ષાઓ, નવી પ્રાથમિકતાઓ. ધીમે ધીમે લખવું પાછળ રહી ગયું. કારણ કે મને એ ગમતું ન હતું એવું નહીં, પણ કારણ કે મેં તેને પસંદ કરવાનું બંધ કરી દીધું. દિવસો મહિના બન્યા, અને મહિના વર્ષોમાં બદલાયા. જીવન સંભાળતા સંભાળતા, ક્યાંક હું લખવાનું શું લાગે છે એ ભૂલી ગઈ.

મને ખબર પણ ન પડી કે ક્યારે હું એ વ્યક્તિમાંથી, જે શબ્દોમાં જીવતી હતી, એ વ્યક્તિ બની ગઈ કે જેને લાગણીઓ વ્યક્ત કરવા માટે સમય જ મળતો નહોતો.

પણ એક વાત સાચી છે - જિદ્દ, શોખ કે પ્રેમ ક્યારેય પૂરેપૂરો ખોવાતો નથી. એ શાંત રીતે અંદર જ રહે છે, તમારી રાહ જોતા.

કેટલાક પળોમાં મને એ ફરી અનુભવાતું - જ્યારે હું કોઈ પુસ્તકની લાઈન વાંચતી, કોઈ ઊંડી વાત સાંભળતી કે એકલી બેઠી વિચારતી. અંદરથી કોઈ અવાજ આવતો, “તું આને મિસ કરે છે ને?”

અને હા, હું કરતી હતી.

પાછું શરૂ કરવું સહેલું નહોતું. એવું નહોતું કે એકદમ બધું ફરી પહેલાં જેવું થઈ જાય. મેં પોતાને શંકા કરી. વિચાર્યું કે શું હું હજુ પણ લખી શકું? શું હવે મોડું થઈ ગયું છે? શું હું પાછી આવી શકીશ?

પણ પછી મને એક મહત્વની વાત સમજાઈ -

હું શૂન્યથી શરૂઆત કરી રહી નહોતી.
હું અનુભવથી શરૂઆત કરી રહી હતી.

જે વર્ષો મેં “ગુમાવ્યા” એવું લાગતું હતું, એ વર્ષોએ મને ઘડી હતી. જવાબદારીઓ, લાગણીઓના ઉતાર-ચઢાવ, શાંતિના પળો - આ બધાએ મારી અંદર વધુ ઊંડાણ ઉમેર્યું હતું. હું પહેલાની જેવી લેખિકા નહોતી રહી… અને કદાચ એ સારી વાત હતી.

તો મેં ફરી શરૂ કર્યું.

પરફેક્ટ રીતે નહીં. નિયમિત રીતે પણ નહીં.
પણ સાચાઈથી.

એક પાનાથી. એક વિચારથી. એક શાંત પળથી.

અને ધીમે ધીમે, લખવું ફરીથી મારું બનવા લાગ્યું.

આ સફર ફક્ત લખવાની નથી. આ મારી પોતાની ઓળખ ફરી શોધવાની છે - એ ભાગને ફરી જીવંત કરવાની છે, જેને મેં જવાબદારીઓમાં ક્યાંક દબાવી દીધો હતો.

તમે જવાબદાર હોઈ શકો… અને સાથે સાથે ઉત્સાહી પણ.
તમે બીજાઓની કાળજી રાખી શકો… અને તમારા સપનાઓની પણ.
તમે થોડો વિરામ લઈ શકો… અને ફરીથી શરૂઆત પણ કરી શકો.

આજે હું લખું છું કારણ કે મારા પાસે સમય છે એ માટે નહીં - 
પણ કારણ કે હું સમય કાઢું છું.

અને કદાચ એ જ સૌથી મોટો ફેર છે.

જો તમે પણ એવુ અનુભવો છો કે જીવનની જવાબદારીઓ વચ્ચે તમે તમારા કોઈ ભાગને ખોવી દીધો છે તો આ તમાર| સંદેશ છે:

તમે પાછા આવી શકો છો !!
તમે તમારી જાતને ફરી શોધી શકો છો !!
તમે ફરીથી શરૂઆત કરી શકો છો !!

કારણ કે ઘણી વખત સૌથી સુંદર સફરો સ્વતંત્રતાથી નહીં  પણ જવાબદારીઓ વચ્ચે પોતાને શોધવાથી શરૂ થાય છે.